MMHT SHIBIR 2020
24 February 2020
પરિણીત ભાઈઓને મોક્ષમાર્ગે આગળ પ્રગતિ કરવા માટેની વાર્ષિક શિબિર પૂજ્યશ્રી દીપકભાઈના સાનિધ્યમાં તારીખ 19 થી 23 ફેબ્રુઆરી દરમ્યાન અડાલજમાં યોજાઈ ગઈ.3000 થી વધારે મહાત્માઓ દેશ વિદેશથી આ શિબિર નો લાભ લેવા આવ્યા હતા. બ્રહ્મચર્યને પુષ્ટિ આપતી આ શિબિરમાં આ વખતે દુનિયાના સૌથી મીઠા "ગર્વ રસ" વિષય પર ખૂબ જ સુંદર છણાવટ સાથેનો પ્રશ્નોતરી સત્સંગ થયો હતો. પોતાના દોષોથી મુક્ત થવા માટે નાના નાના ગ્રુપમાં પૂજયશ્રી સાથે સ્પેશિયલ સત્સંગ પણ ગોઠવાયા હતા.આ ઉપરાંત,બ્રહ્મચર્ય બૂક વાંચન,સામયિક,નાટક,ગરબા, આપ્તપુત્રો સાથે ગ્રૂપ ડિસ્કશન,વગેરે આ શિબિરના ખાસ આકર્ષણ હતા.
MMHT Shibir 2020
To boost the purusharth on the path of liberation, the annual married men's shibir with Pujyashree was organised from 19th to 23rd February 2020. Over 3,000 mahatmas from India and abroad participated in this shibir with great interest. Alongwith sessions on brahmacharya, Pujyashree did a detailed satsang and Q&A on the topic 'Garvaras'. There were special sessions with Pujyashree organised in smaller groups for sevarthis to help them come out of their faults. In addition to that, Brahmacharya book reading, samayik, drama, garba, group discussions with Aptputra bhaio, etc were the other attractions of this shibir.
WMHT SHIBIR 2020
18 February 2020
ANAND CENTRE OPENING
31 January 2020
આણંદ માં "દાદા દર્શન" નું ઉદ્દઘાટન
પૂજ્ય દાદાશ્રીની ભાવનાને સાકાર કરતું વધુ એક "દાદા દર્શન" આણંદ શહેરમાં પૂજ્ય દીપકભાઈ ના વરદ હસ્તે ગઈ કાલે તારીખ 30મી જાન્યુઆરી ના રોજ ખુલ્લું મુકાયું. આ પ્રસંગે માત્ર આણંદના જ નહીં પણ, બીજા સેન્ટરના મહાત્માઓ એ ખૂબ ઉલ્લાસપૂર્વક ભાગ લીધો. માત્ર 1વર્ષથી પણ ઓછા સમયમાં તેનું નિર્માણ કાર્ય પૂર્ણ થયેલ છે. પહેલા માળે 300 મહાત્માઓ એક સાથે સત્સંગ નો લાભ લઈ શકશે. લાંભવેલ - બાકરોલ રોડ પર આવેલ આ સેન્ટરમાં જનરલ સત્સંગ ઉપરાંત MMHT અને WMHT સત્સંગ પણ યોજાશે.
ટૂંક સમયમાં જ આ સેન્ટર પર GNC એક્ટિવિટી શરૂ થશે.
સત્સંગ નો સમય :
જનરલ સત્સંગ દર રવિવારે બપોરે 4 થી 6
MMHT દર રવિવારે સવારે 10 થી 11.30
અને દર ગુરૂવારે રાતે 8.30 થી 10
WMHT દર મંગળવારે બપોરે 2 થી 4
સ્થળ : સાવન પાર્ક,નૂપુર ફ્લેટ ની સામે,
લાંભવેલ - બાકરોલ રોડ, આણંદ
સંપર્ક : 98980 26589
VALSAD DADA DARSHAN OPENING
06 January 2020
વલસાડ દાદા દર્શન ઓપનિંગ
દક્ષિણ ગુજરાતના શિરમોરસમાન વલસાડ શહેરમાં તારીખ ૫ જાન્યુઆરીના વધુ એક "દાદા દર્શન" સેન્ટરનો શુભારંભ થયો. આ પહેલા પૂજ્ય દાદાશ્રીની પુણ્યતિથિના દિવસે સ્વામીની ભવ્ય શોભાયાત્રાનું આયોજન પણ કરવામાં આવેલ. આજુબાજુના સેન્ટરના મહાત્માઓએ પણ તેમાં ખૂબ જ ઉલ્લાસભેર હાજરી આપી હતી.
શહેરની મધ્યમાં આવેલ આ નવા સેન્ટરમાં ૨ હોલનો સમાવેશ થાય છે. મોટા હોલમાં ૭૦૦ મહાત્માઓ એકસાથે બેસી શકે છે, જ્યારે બીજા નાના હોલમાં ૧૫૦ મહાત્માઓ સત્સંગનો લાભ લઇ શકે છે. દર રવિવારે અત્રે જનરલ સત્સંગ ઉપરાંત MMHT અને WMHT સત્સંગ પણ અહીં ગોઠવાય છે.
આવનારા દિવસોમાં GNC એકટીવિટી પણ શરૂ થનાર છે.
સંપર્ક:
વિઠ્ઠલભાઈ પ્રજાપતિ 99243 43245
DRON {GIR GADHDA} CENTRE SHUBHARAMBH
09 December 2019
દ્રોણ (ગીર ગઢડા)માં "દાદા દર્શન" શુભારંભ
પૂજ્ય દાદાશ્રીની ભાવનાને આગળ વધારતા વધુ એક નવીન "દાદા દર્શન" સેંટરનો તારીખ ૮ મી ડિસેમ્બરે, ગીર ગઢડાના દ્રોણ ગામમાં આપ્તસંકુલના ભાઈઓની હાજરીમાં શુભારંભ થયો. માત્ર ૩/૪ મહિનામાં જ આ સેન્ટર તૈયાર થયું છે.
સીમંધર સ્વામી અને દાદાશ્રીની પૂજન,આરતી સાથે લોકલ તથા આજુબાજુના સેન્ટરના મહાત્માઓ પણ બહોળી સંખ્યામાં હાજરી આપી હતી.
૧૩૦૦ ફૂટના આ સેન્ટર માં વિકલી સત્સંગ ઉપરાંત MMHT,WMHT અને GNC પ્રવૃત્તિઓ પણ શરૂ કરવામાં આવશે.
સંપર્ક:
શિવલાલ અમરેલીઆ
મોબાઈલ : 99098 05590