AHMEDABAD GENERAL SATSANG CENTRES
સત્સંગ સેન્ટર્સ પર બહેનો મોટી સંખ્યામાં આવી શકે તે માટે અમદાવાદ સેન્ટરે નવીનતમ પ્રયાસ કર્યો છે. અમદાવાદના મોટા ભાગના સેન્ટર્સ પર જનરલ સત્સંગ રાત્રીના સમયે ચાલતો હોવાથી બહેનોની સંખ્યા ઓછી જોવામાં આવતી હતી. ઘરકામની જવાબદારી અને રાત્રે આવવા-જવાની તકલીફ જેવા કારણોથી ઈચ્છા હોવા છતાં બહેનો સેન્ટર પર આવી શકતા ન હતાં.
આવા તથા અન્ય કારણોને ધ્યાનમાં લઈ, જ્યાં જ્યાં બપોરના સત્સંગ ચાલુ કરી શકાય તેવા ૧૬ સેન્ટરોમાં બપોરના જનરલ સત્સંગ સેન્ટર ચાલુ કરવામાં આવ્યાં છે. આમ કરવાથી જ્યાં ૮ થી ૧૦ મહાત્માઓની હાજરી હતી તેવા સેન્ટરોમાં મહાત્માઓની હાજરી ૩૫ થી ૪૦ જેટલી થઇ છે.
સેન્ટર પર મહાત્માઓની સંખ્યા વધે તે માટે અમદાવાદ સેન્ટર સતત પ્રયત્નશીલ રહે છે. આ નવીન પ્રયાસ તા.૨ ડિસેમ્બરના, પરમ પૂજ્ય નીરૂમાના ૭૫માં જન્મદિવસને દિવસે કરવામાં આવ્યો છે.