18 Mar, 2019

અપરિણીત બહેનો માટે બ્રહ્મચર્ય શિબિર, માર્ચ – ૨૦૧૯

બ્રહ્મચર્ય વિષે પૂર્વનું કંઇક બીજ અને આ ભવે આત્મજ્ઞાન મળ્યું, અને તે માટે પ્રત્યક્ષ હાજર જ્ઞાની થકી પુષ્ટિ મળે તો બ્રહ્મચર્ય સહેજે સિદ્ધ થાય એવો માર્ગ ખુલ્લો થયો છે.

આવા બ્રહ્મચર્યની ભાવના ધરાવતા અપરિણીત બહેનોની તારીખ ૧૩ થી ૧૭ માર્ચ દરમિયાન સેફ્રોની રિસોર્ટ, મહેસાણા ખાતે બ્રહ્મચર્યની શિબિર યોજાઈ. જેમાં કુલ ૪૭૦ બહેનોએ ભાગ લીધો.

શિબિરમાં બ્રહ્મચર્ય બુક પારાયણ, ઉપરાણું પર સ્પેશિયલ સત્સંગ, પ્રશ્નોતરી સત્સંગ, નાના ગ્રુપમાં મુજવતા પ્રશ્નોના સમાધાન મળી રહે તે હેતુથી પૂજ્યશ્રી દીપકભાઈના સત્સંગ યોજાયા.

આ ઉપરાંત પૂજ્યશ્રી સાથે ડીનર, ઇન્ફોર્મલ, તથા ગરબા, દાદા દરબાર પણ થયા.

આથી વિશેષ આપ્તપુત્રી બહેનો સાથે ગ્રુપ ડિસ્કશન, પ્રશ્નોતરી, પર્સનલ ડિસ્કશન, વિધિ, જગત કલ્યાણની ભાવના જેવા સેશન પણ યોજાયા.

========================================================================

Some seeds of brahmacharya from the past life coupled with the Knowledge of the Self attained in this life, and encouragement from the living Gnani; all these put together makes such a path  that brahmacharya can be easily perfected.

brahmacharya shibir was organized for unmarried behnos having such intents of brahmacharya. It was held in Saffrony Resort, Mehsana from 13th to 17th March 2019, wherein 470 behnos participated.

Various satsangs with Pujyashree, including parayan on brahmacharya book, satsang on special topic ‘Upranu (Protection)’, and question-answer sessions were organized. There were few satsangs held for smaller groups too so that they could get satisfactory solutions to their problems.

Moreover, events like special dinner, informal, garba and Dada Darbar with Pujyashree were  organized.

Not only that, group discussions with Aptaputri behnos, personal discussions, vidhijagatk