19 Mar, 2019

દાદાનગર હોલનું નવનિર્માણ તથા નવીન વાત્સલ્ય અને સંકુલ નિવાસનું ખાતમુર્હત

 

વધુ મહાત્માઓ સત્સંગનો લાભ પામે, મહાત્માઓને વધુ સારી સગવડો મળે અને સત્સંગ માટે બહારથી આવતા મહાત્માઓનો ટ્રાફિક સીમંધર સીટી અને ATPL પર ન પડે તે આશયથી દાદાનગર હોલનું સ્થળાંતર થઇ રહ્યું છે રેલ્વે ગરનાળા પાછળની ભૂમિ પર. નવા દાદાનગર હોલની કેપેસીટી પહેલાથી દોઢ ગણી થશે જેમાં લગભગ 18,000 ખુરશીઓની બેઠક વ્યવસ્થા થઇ શકશે. આ નવો એરકૂલ્ડ હોલ માત્ર ગાંધીનગર જિલ્લાનો જ નહીં પણ સમગ્ર ગુજરાતનો સૌથી મોટો હોલ બનશે. હોલને સંલગ્ન પાર્કિંગ સુવિધા, ટોઇલેટ બ્લોક, ભોજનશાળા, ટેન્ટ ઉતારા ઈત્યાદી માટે જગ્યા હશે. ભવિષ્યમાં ડોરમેટરી તથા સ્ટોપ એન્ડ સ્ટેનું પણ નિર્માણ અહીં કરવામાં આવશે. ગરનાળા પાછળની ભૂમિ પર  આવવા-જવા માટે દાદા ભગવાન પરિવારે ભારત સરકાર સાથે મળીને નવા ગરનાળાનું નિર્માણ કાર્ય માર્ચ મહિનામાં પૂરું કર્યું છે. હાલમાં વર્તમાન દાદાનગર હોલનું વાઈન્ડ-અપ કાર્ય થઇ રહ્યું છે.

અને હાલના દાદાનગર હોલની જગ્યા પર આકાર પામશે આપ્તસંકુલ આવાસ.... હવે સંકુલ સાધકો પૂજ્યશ્રીની નિશ્રામાં રહી શકે તે રીતે આયોજન કરવામાં આવ્યું છે. આ કોમ્પ્લેક્સમાં વાત્સલ્યને મધ્યમાં રાખી ૩ માળના ૭ મકાનો બનશે જેમાં વાત્સલ્યની જમણે બહેનો માટે ૪ બિલ્ડીંગ તથા વાત્સલ્યની ડાબી બાજુ ભાઈઓ માટે ૩ બિલ્ડીંગ બનશે. આ મકાનો લગભગ ૪૦૦ સાધકોનો સમાવેશ કરી શકશે. આ કોમ્પ્લેક્સનું આયોજન એ રીતે થઇ રહ્યું છે કે રસ્તા પરથી પસાર થનાર મહાત્મા તથા સંકુલ સાધક પોતાના નિવાસ સ્થાનેથી વાત્સલ્ય તરફ દ્રષ્ટિ કરતાં પૂજ્યશ્રીના દર્શન કરી શકશે. નવીન વાત્સલ્યમાંથી પૂજ્યશ્રીની અમીદ્રષ્ટિ મહાત્માઓ અને સાધકોની મળતી જ રહેશે. પહેલાં ફેઝમાં આ મકાનો સાથે દાદા દરબાર માટે અલગ બિલ્ડીંગ તથા સંકુલ સભ્યોની ભોજનશાળા પણ બનશે. ભવિષ્યમાં સંકુલમાં જોડાનાર સભ્યો માટે બીજા ફેઝની જગ્યા રીઝર્વ કરવામાં આવી છે. 

આજે તા.૧૯ માર્ચના, વાત્સલ્યમૂર્તિ નીરૂમાના નિર્વાણ દિવસે પૂજયશ્રીએ હજારો મહાત્માઓની હાજરીમાં વાત્સલ્ય, સંકુલ નિવાસસ્થાન અને સંકુલ સભ્યોની ભોજનશાળાનું ખાતમુર્હત કર્યું.

Construction of the new Dadanagar Hall and the ground-breaking ceremony of new Vatsalya and Sankul accommodation.
 
To accommodate more mahatmas, to provide greater facilities to mahatmas and to avoid traffic movement through Simandhar City and ATPL, Dadanagar Hall is being re-located to the area behind the railway tracks/tunnel. The new Dadanagar Hall will have a seating capacity of 18,000 chairs, which is one and half times the capacity of the old hall. Not only in Gandhinagar, but this new air-cooled hall will be the largest one in the state of Gujarat. There is provision for ample space around the hall for parking facility, toilet blocks, restaurant, tents, etc. In future, a dormitory and Stop and Stay (accommodation facilities) will also be constructed. To commute to this new place, Dada Bhagwan Parivaar, along with the Indian Government, has reconstructed the tunnel. This work has been completed in the month of March. The wind-up of the old hall is under progress.
 
And now, the Aptasankul residence will take shape in place of the old hall. The residence is being planned in such a way that Sankul members can live under the aegis of Pujyashree. Vatsalya will be in the centre of the residential complex, with seven three-storeyed buildings around it. There will be four buildings for behnos on the right side of Vatsalya and to the left will be three buildings for bhaios. The residence will have a capacity of about four hundred members. The complex is planned in such a way that mahatmas passing through this place as well as Sankul members residing around can catch a glimpse of Pujyashree. Mahatmas and Sankul members will keep getting Pujyashree’s divine darshan. In this first phase, there will be a separate structure for Dada Darbar as well as a bhojanshala for Sankul members.  There is space for a second phase of construction that could be needed when new Sankul members join in.
 
Today, on March 19, the divine day when our beloved Niruma passed away, Pujyashree did the ground-breaking ceremony of Vatsalya, Sankul residence and Sankulbhojanshala in the presence of thousands of mahatmas.