04 Mar, 2019

ચાંદખેડા સેન્ટરનું સ્થળાંતર

મહાત્માઓ સેન્ટર પર નિયમિતપણે આવે અને તેથી તેમના ઘર આસપાસ જ દાદાનું સેન્ટર હોય એવી પ્રબળ ઈચ્છા ધરાવતાં અમદાવાદ - દાદા ભગવાન પરિવારે ચાંદખેડા સેન્ટરનું સ્થળાંતર કર્યું છે. ચાંદખેડાની બી.એસ. સ્કુલમાં ચાલતું સેન્ટર હવે સિગ્મા આર્કેડમાં શિફ્ટ કરવામાં આવ્યું છે. ચાંદખેડાનું આ સેન્ટર ચાંદખેડા, મોઢેરા-સાબરમતી તથા ન્યુ સી.જી રોડના મહાત્માઓને અનુકૂળ આવે તેવા મેઈન રોડ ઉપર હોવાથી વધુ મહાત્માઓ સત્સંગનો લાભ લઇ શકશે.

તા. ૩ માર્ચના રવિવારે ચાંદખેડાના નવા સેન્ટરનું અનાવરણ આપ્તસંકુલના ભાઈઓના શ્રીહસ્તે લગભગ ૨૫૦ મહાત્માઓની હાજરીમાં થયું. સંપૂર્ણ વાતાનુકુલિત હોલ ખુરશીઓ, પ્રોજેક્ટર અને સાઉન્ડ સીસ્ટમ જેવી આધુનિક સગવડોથી સજ્જ છે. બિલ્ડીંગમાં લીફ્ટની સુવિધા પણ છે. લગભગ ૧૫૦૦ ફૂટનો આ હોલ ૨૫૦ મહાત્માઓનો સમાવેશ કરી શકશે.

ચાંદખેડાના આ સેન્ટર પર સત્સંગ કાર્યક્રમ આ પ્રમાણે રહેશે.

૧. જનરલ સત્સંગ      દર ગુરૂવારે         રાત્રે ૮ થી ૧૦            સંપર્ક : ૯૯૭૮૭ ૪૬૪૭૪

૨. WMHT                દર મંગળવારે    બપોરે ૨ થી ૪            સંપર્ક : ૯૬૦૧૪ ૩૧૧૫૧

૩. MMHT                દર શનિવારે       રાત્રે  ૮ થી ૧૦           સંપર્ક : ૯૯૭૯૮ ૫૧૩૫૨