16 Jun, 2019

ગોંડલમાં દાદા દર્શનનું ઓપનીંગ

  

આજે દાદા ભગવાન પરિવાર ગોંડલ દ્વારા એક સુંદર શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ. ગોંડલ શહેરના રાજમાર્ગો પર પસાર થતી આ શોભાયાત્રામાં સેંકડો લોકોએ ભાગ લીધો હતો. નગરપાલિકા ચોકથી શરૂ થયેલ આ શોભાયાત્રા ગુંદાળા રોડ પરની મારૂતીનંદન સોસાયટીના ગણેશનગર ખાતે પૂર્ણ થઈ હતી, જ્યાં "દાદા દર્શન" સત્સંગ હોલને આત્મજ્ઞાની પૂજ્ય નિરૂમાં તથા પૂજ્ય દીપકભાઈના આશીર્વાદ પ્રાપ્ત આપ્તપુત્રો દ્વારા ખુલ્લો મુકવામાં આવ્યો હતો. અત્રે બિરાજમાન ભગવાન સીમંધર સ્વામી, કૃષ્ણ ભગવાન અને શિવ ભગવાનની ભાવ પ્રતિષ્ઠા, આરતી, વિધિ અને પ્રશ્નોતરી સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું. ગોંડલની ધર્મપ્રેમી પ્રજાએ ખૂબ જ દિલથી અને ભાવથી આ સુંદર પ્રસંગ માં હાજરી આપી આ સમગ્ર પ્રસંગને દીપાવ્યો હતો. આ હોલમાં દર રવિવારે તથા ગુરુવારે સત્સંગ યોજાશે.

 સંપર્ક

 પુરુષોત્તમભાઈ :94262 20904

  

Gondal Dada Darshan Opeing 

 A beautiful shobhayatra (procession) was organised by Dada Bhagwan Parivar, Gondal. Many participated in this shobhayatra which travelled through the streets of Gondal. It began at Nagarpalika Chowk and ended at Marutinandan Society, Ganesh Nagar, Gundala Road, the place where the 'Dada Darshan' satsang hall is situated.  

 Aptaputras, who have received blessings from Pujya Niruma and Pujya Deepakbhai, inaugurated this hall. Pranprathishta (life instillation through intents) was done for the idols of Lord Simandhar Swami, Lord Shiva and Lord Krishna in the hall.  This was followed by aartividhi and question-answer satsang.  The spiritually elevated people of Gondal graced this auspicious occasion with lots of warmth and affection. 

 

Every Sunday and Thursday, satsangs are organised in this hall. 

 

Contact person -  Parshottam bhai, 94262 20904.