04
December
2019

DADA DARSHAN AT DRON (GIR GADHDA)

04 December 2019

 

સૌરાષ્ટ્રના ગીર ગઢડાના દ્રોણ ગામમાં હજી તો ઓક્ટોબર મહીનામાં જ "દાદા દર્શન" નું નિર્માણ કાર્ય શરૂ થયું હતું, જે હવે શુભારંભ માટે સજ્જ થયું છે. આગામી ૮મી ડિસેમ્બરે દ્રોણ "દાદા દર્શન" સેન્ટરનો શુભારંભ થવા જઈ રહ્યો છે.  

 

૧૩૦૦ ફૂટના આ "દાદા દર્શન" માં વિકલી સત્સંગ ઉપરાંત MMHT તથા WMHT સત્સંગ અને બાળકોની GNC એકટીવિટી શરૂ કરવામાં આવશે.

 

સંપર્ક:

શિવલાલ અમરેલીઆ

મોબાઈલ : 99098 05590

 

 

04
December
2019

AHMEDABAD GENERAL SATSANG CENTRES

04 December 2019

સત્સંગ સેન્ટર્સ પર બહેનો મોટી સંખ્યામાં આવી શકે તે માટે અમદાવાદ સેન્ટરે નવીનતમ પ્રયાસ કર્યો છે. અમદાવાદના મોટા ભાગના સેન્ટર્સ પર જનરલ સત્સંગ રાત્રીના સમયે ચાલતો હોવાથી બહેનોની સંખ્યા ઓછી જોવામાં આવતી હતી. ઘરકામની જવાબદારી અને રાત્રે આવવા-જવાની તકલીફ જેવા કારણોથી ઈચ્છા હોવા છતાં બહેનો સેન્ટર પર આવી શકતા ન હતાં.  

આવા તથા અન્ય કારણોને ધ્યાનમાં લઈ, જ્યાં જ્યાં બપોરના સત્સંગ ચાલુ કરી શકાય તેવા ૧૬ સેન્ટરોમાં બપોરના જનરલ સત્સંગ સેન્ટર ચાલુ કરવામાં આવ્યાં છે. આમ કરવાથી જ્યાં ૮ થી ૧૦ મહાત્માઓની હાજરી હતી તેવા સેન્ટરોમાં મહાત્માઓની હાજરી  ૩૫ થી ૪૦ જેટલી થઇ છે.

સેન્ટર પર મહાત્માઓની સંખ્યા વધે તે માટે અમદાવાદ સેન્ટર સતત પ્રયત્નશીલ રહે છે. આ નવીન પ્રયાસ તા.૨ ડિસેમ્બરના, પરમ પૂજ્ય નીરૂમાના ૭૫માં જન્મદિવસને દિવસે કરવામાં આવ્યો છે. 

 

 

 

 

 

 

15
October
2019

SCIENCE CITY AHMEDABAD - NEW SATSANG CENTRE

15 October 2019

સાયન્સ સીટી - અમદાવાદમાં નવું સત્સંગ સેન્ટર

દાદા ભગવાન પરિવાર અમદાવાદમાં વધુ એક સત્સંગ સેંટર ઉમેરાયું છે. પશ્ચિમ અમદાવાદના શિરમોર સમા સાયન્સ સીટી રોડ પર તા. ૧૩ ઓક્ટોબરના આપ્ત-સંકુલના ભાઈઓના હસ્તે શ્રી સીમંધર સ્વામી અને પૂજ્ય દાદાશ્રીના પૂજન તથા આરતી સાથે આ સેંટરનું શુભારંભ થયું. આ એરકન્ડીશન સત્સંગ હોલમાં ૮૦ થી ૧૦૦ મહાત્માઓ સત્સંગનો લાભ લઇ શકશે.  

સ્થળ : બી-102-42-પાર્ક વ્યુ એપાર્ટમેન્ટ, કલહાર એક્ઝોટીકા ની બાજુમાં, સાયન્સ સીટી રોડ,અમદાવાદ.

 સંપર્ક : MMHT અને જનરલ સત્સંગ માટે. વૃશેષભાઈ  મો.ન.99747 20945

          WMHT માટે, અવનીબેન મો.ન. 9574008081

      

 

01
October
2019

DADA DARSHAN AT DRON (GIR GADHDA)

01 October 2019

પૂજ્ય દાદાશ્રીની ભાવનાને સૌ મહાત્માઓ ખૂબ જ ભાવથી વધાવી રહ્યા છે. સૌરાષ્ટ્રના ગીર ગઢડા પંથકમાં દ્રોણ ગામમાં સત્સંગ હોલ એટલે કે "દાદા દર્શન "આકાર પામી રહ્યો છે. લગભગ ૫૦૦ વારના પ્લોટમાં ૪૩ X ૩૦ ફૂટનો સત્સંગ હોલ બની રહ્યો છે. આ હોલમાં વિકલી સત્સંગ ઉપરાંત MMHT, WMHT સત્સંગ અને બાળકોની મનગમતી GNC પ્રવૃતિઓ પણ કરવામાં આવશે.

 

સંપર્ક:

શિવલાલ અમરેલીઆ

મોબાઈલ:99098 05590 

 

 

 

12
September
2019

JUNAGADH TRIMANDIR KHATMUHRAT ON 11092019

12 September 2019