18
August
2019

New Satsang Centers for Jagatkalyan

18 August 2019

જગત કલ્યાણ કાજે નવા સત્સંગ સેન્ટર્સ 
પૂજ્યશ્રીએ દાદાશ્રીની ૧૧૧મી જન્મજયંતી પૂર્વે ભાવના વ્યક્ત કરી હતી કે જે મહાત્માઓ સત્સંગ સેન્ટર પર નિયમિત નથી આવતા તેઓ સેન્ટર પર નિયમિત આવતા થાય. 
પુજ્યશ્રીની આ ભાવનાને સાર્થક કરવા માટે સત્સંગ કોર્ડીનેશન ટીમે જ્યાં મહાત્માઓ છે પણ સેન્ટર નથી તેવા દરેક તાલુકામાં નવા સેંટર ચાલુ કરવાની ઝુંબેશ ચાલુ કરી છે. 
આપ્તપુત્રો, સેન્ટર લીંક, સેન્ટર કોર્ડીનેટર તથા મહાત્માઓના અગાથ પ્રયત્નો અને પૂજ્યશ્રીના આશીર્વાદથી ફક્ત 5 જ મહિનામાં 54 નવા સેન્ટર્સ ચાલુ થઇ ગયા છે, જેમાં મુખ્યત્વે  મુંબઈ (10), મોરબી (9), મહેસાણા (9), દાહોદ (6) અમદાવાદ (5), જામનગર (3), સુરત (3), ભાવનગર (2), અમરેલી (2) અને બીજા અનેક જિલ્લાઓનો સમાવેશ થાય છે. અન્ય જિલ્લાઓમાં પણ પ્રયત્ન થઇ રહ્યાં છે અને સહુ મહાત્માઓમાં આ અંગે ખૂબ ઉત્સાહ જોવા મળ્યો છે.
Before Dadashri's 111th birth anniversary celebrations,  Pujyashree had expressed his intent that mahatmas who do not regularly come to local satsang centers should be encouraged to come to the center regularly. 
To materialize this intent of Pujyashree, the Satsang Co-ordination team took up the initiative of enabling the establishment of satsang centers in locations where there are mahatmas but there is no center. 
With the immense efforts of Aptaputras, Center co-ordinators, mahatmas and with the blessings of Pujyashree, 54 new centers have been established in a span of only 5 months! The major districts being Mumbai (10), Morbi (9), Mehsana (9), Dahod (6), Ahmedabad (5), Jamnagar (3), Surat (3), Bhavnagar (2), Amreli (2) and many more.  Efforts are going on to establish centers in other districts as well. Mahatmas are very excited about this initiative. 
 

12
August
2019

NEW DADA NAGAR HALL KHURSHI SAFAI SEVA

12 August 2019

નવા દાદા નગર હોલની સેવા માટે મહાત્માઓનો અનેરો ઉત્સાહ

 

નવનિર્મિત દાદાનગર હોલ માટેની સેવાનો શુભારંભ થયો ખુરશીઓ સાફ કરવાની સેવાથી. તા.૧૦ અને ૧૧ ઓગસ્ટના ૨ કલાકની સેવા માટે અડાલજ સ્થિત મહાત્માઓ સેંકડોની સંખ્યામાં હાજર રહ્યા. બાળકોથી લઇ સિનીયર સીટીઝન મહાત્માઓએ ખુબ જ દિલથી, ભાવથી અને અનેરા ઉત્સાહ સાથે ખુરશી સફાઈ સેવા કરી. નવા દાદાનગર હોલનું અનાવરણ પૂજ્યશ્રીના વરદ હસ્તે તા.૨૫ ઓગસ્ટના થવાનું છે.

 

Extraordinary Enthusiasm For Seva Related to New Dada Nagar Hall

 

The auspicious beginning of seva related to the newly constructed Dada Nagar Hall took place with the cleaning of chairs for the hall. For two hours each on August 10 and August 11, many mahatmas from Adalaj participated in this seva. Everyone, including children and senior citizen, cleaned the chairs with sincerity and enthusiasm. The inaugural of this new Dada Nagar Hall will be done by the blessed hands of Pujyashree on August 25, 2019.

 

    

05
August
2019

JUNAGADH DADA DARSHAN

05 August 2019

ગઇકાલે ૪થી ઓગસ્ટના શુભ દિવસે, જુનાગઢ શહેરમાં વર્તમાન તીર્થંકર ભગવાન શ્રી સીમંધર સ્વામીની એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. જુનાગઢ શહેરના ૭૦૦ ઉપરાંત સૌરાષ્ટ્રના ૧૨ સેન્ટરો પર થી ૪૦૦ મહાત્માઓ આ ભવ્ય શોભાયાત્રામાં ખૂબ જ આનંદ અને ઉલ્લાસથી જોડાયા હતા. ત્યારબાદ શહેરની મધ્યમાં આવેલ હરિદ્વાર સોસાયટીમાં

આપ્તપુત્રો દ્વારા નવા "દાદા દર્શન" સત્સંગ હોલને સ્વામી આરતી કરી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ હોલ ૨૧૦૦ ફૂટનો છે, જ્યારે ૩૦૦ ફૂટનો એક અલગ હોલ પણ તૈયાર કરાયો છે, જેમાં બાળકોની પ્રવૃત્તિઓ થશે. આપ્તપુત્ર સત્સંગ અને દાદાઈ ગરબે ઘૂમી સૌ મહાત્માઓ દાદાઈ સૂક્ષ્મ હાજરીનો અનુભવ કર્યો હતો. 

 

જુનાગઢ દાદા દર્શન સ્થળ: હરિદ્વાર સોસાયટી, રેલ્વે સ્ટેશન પાસે, જુનાગઢ.

 

 

 

 

 Grand shobhayatra (procession) of the current living Tirthankar, Lord Simandhar Swami, was organized in Junagadh on August 04, 2019. About 700 mahatmas from Junagadh and another 400 mahatmas from across 12 centres of Saurashtra merrily participated in this shobhayatra. This was followed by the opening of ‘Dada Darshan’ satsang hall situated in Haridwar Society which is in the heart of the city. Aptaputrasdid aarti of Lord Simandhar Swami and inaugurated the 2,100 square feet huge hall. A separate hall, sized 300 square feet, has been constructed for children's activities. With Aptaputra satsang and garba, all themahatmas experienced the subtle presence of Dada.

 

Location of Junagadh Dada Darshan: Haridwar Society, Near Railway Station, Junagadh

 

29
July
2019

MMHT SHIBIR 2019

29 July 2019

પરણિત મહાત્માઓ ને એકાવતરી થવાના પુરુષાર્થ ને વધારે પુષ્ટિ આપતી શિબિર તારીખ 25/7/19 થી 28/7/2019 દરમ્યાન અડાલજ માં યોજાઈ હતી.દેશભર ના અલગ અલગ સેંટર થી લગભગ 1600 મહાત્માઓ આવ્યા હતા.


આ શિબિર માં વિષય અને કષાય ની સામે નો પુરુષાર્થ વધારવા આપ્તપુત્ર સત્સંગ, પોતાના પ્રશ્નો ના સમાધાન માટે આપ્તપુત્રો સાથે અલગ અલગ એજ ગ્રુપ માં ગ્રુપ discussion,(GD), DVD, સામયિક,ભક્તિ,બ્રહ્મચર્ય પર સ્પેશિયલ એક્ટિવિટી વગેરે થી સૌ તરબોળ થઈ ગયા.
આ વખત નું સૌથી વધુ આકર્ષણ સંકુલ ના ભાઈઓ સાથે ની 1 દિવસ ની પીકનીક હતી.
800 મહાત્માઓ આમાં જોડાયા હતા.

જૂના નવા મહાત્માઓ નું  એક બીજા સાથે બોન્ડિંગ વધે અને રમત સાથે જ્ઞાન પણ પીરસાય તેવા હેતુ સાથે યોજાયેલ આ પીકનીક માં મહુડી તીર્થ દર્શન,બાદ વિજાપુર માં ઋષિવન એડવેન્ચર પાર્ક,અને અંતે રામબાગ મંદિર દર્શન નો કાર્યક્રમ ગોઠવાયો હતો.

આ શિબિર માં સૌ મહાત્માઓ ને જ્ઞાન અને જ્ઞાની ની હાજરી નો અલૌકિક અદભૂત અનુભવ થયો હતો.

 

To boost up the purusharth of married men mahatmas for becoming ekavatari, MMHT shibir was organized in Adalaj, from July 25 to 28, 2019. About 1,600 mahatmas from across various centres attended this event. The shibir included satsangs with Aptaputras and group discussions across various age groups with Aptaputras, which gave them a platform to seek solutions to their questions. Moreover, there were DVD satsangs, samayiks, bhakti, special activity on brahmacharya and so on. All of this gave a great impetus to their purusharth on overcoming faults of sexuality and kashays.

 The highlight of this shibir was a one-day trip with sankul bhaio, in which 800 mahatmas participated. The trip began with darshan to Mahudi temple. Then, they visited Rishivan Adventure Park in Vijapur and it ended with darshan at RamBaug Temple. The purpose of this trip was to encourage bonding among new mahatmas and old mahatmas, and to learn about Gnan in a fun-filled atmosphere.

 In this shibir, everyone had an extraordinary experience of Gnan and the presence of Gnani.

 

 

16
June
2019

ગોંડલમાં દાદા દર્શનનું ઓપનીંગ

16 June 2019

  

આજે દાદા ભગવાન પરિવાર ગોંડલ દ્વારા એક સુંદર શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ. ગોંડલ શહેરના રાજમાર્ગો પર પસાર થતી આ શોભાયાત્રામાં સેંકડો લોકોએ ભાગ લીધો હતો. નગરપાલિકા ચોકથી શરૂ થયેલ આ શોભાયાત્રા ગુંદાળા રોડ પરની મારૂતીનંદન સોસાયટીના ગણેશનગર ખાતે પૂર્ણ થઈ હતી, જ્યાં "દાદા દર્શન" સત્સંગ હોલને આત્મજ્ઞાની પૂજ્ય નિરૂમાં તથા પૂજ્ય દીપકભાઈના આશીર્વાદ પ્રાપ્ત આપ્તપુત્રો દ્વારા ખુલ્લો મુકવામાં આવ્યો હતો. અત્રે બિરાજમાન ભગવાન સીમંધર સ્વામી, કૃષ્ણ ભગવાન અને શિવ ભગવાનની ભાવ પ્રતિષ્ઠા, આરતી, વિધિ અને પ્રશ્નોતરી સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું. ગોંડલની ધર્મપ્રેમી પ્રજાએ ખૂબ જ દિલથી અને ભાવથી આ સુંદર પ્રસંગ માં હાજરી આપી આ સમગ્ર પ્રસંગને દીપાવ્યો હતો. આ હોલમાં દર રવિવારે તથા ગુરુવારે સત્સંગ યોજાશે.

 સંપર્ક

 પુરુષોત્તમભાઈ :94262 20904

  

Gondal Dada Darshan Opeing 

 A beautiful shobhayatra (procession) was organised by Dada Bhagwan Parivar, Gondal. Many participated in this shobhayatra which travelled through the streets of Gondal. It began at Nagarpalika Chowk and ended at Marutinandan Society, Ganesh Nagar, Gundala Road, the place where the 'Dada Darshan' satsang hall is situated.  

 Aptaputras, who have received blessings from Pujya Niruma and Pujya Deepakbhai, inaugurated this hall. Pranprathishta (life instillation through intents) was done for the idols of Lord Simandhar Swami, Lord Shiva and Lord Krishna in the hall.  This was followed by aartividhi and question-answer satsang.  The spiritually elevated people of Gondal graced this auspicious occasion with lots of warmth and affection. 

 

Every Sunday and Thursday, satsangs are organised in this hall. 

 

Contact person -  Parshottam bhai, 94262 20904.