04
February
2019

આણંદમાં ‘દાદા દર્શન ’ નું ખાતમુર્હત

04 February 2019

 
આણંદના લાંભવેલ-બાકરોલ રોડ પર આવેલા સાવન પાર્કમાં ‘દાદા દર્શન’ સેન્ટરનું નિર્માણ ટૂંક સમયમાં શરૂ થશે. ૩ ફેબ્રુઆરી ૨૦૧૯ ના સવારે આપ્તપુત્રોના શ્રી હસ્તે ‘દાદા દર્શન’ નું ખાત મુર્હત મહાત્માઓની હાજરીમાં થયું. ૩૫૦૦ ફૂટના પ્લોટ પર ‘દાદા દર્શન’ આકાર લેશે જેમાં ગ્રાઉન્ડ ફ્લોર પર સ્ટોરેજ, ઓફીસ અને પાર્કિંગ રહેશે. પહેલા માળે ભગવંતોની સ્થાપના સાથે લગભગ ૨૫૦ થી ૩૦૦ મહાત્માઓ બેસી શકે તેવો સત્સંગ હોલ બનશે. ભવિષ્યમાં વધુ બે માળ બનાવી શકાય એવું પ્લાનિંગ કરવામાં આવ્યું છે. આણંદ ‘દાદા દર્શન’ માં જનરલ સત્સંગ, MMHT ( પરણિત મહાત્મા ભાઈઓ માટેનો સત્સંગ ), WMHT ( પરણિત મહાત્મા બહેનો માટેનો સત્સંગ ) તથા GNC ( ૩ થી ૨૧ વર્ષના બાળકો ) માટેની તમામ એક્ટીવીટીઓ શરૂ કરવામાં આવશે. 

દાદા દર્શન સ્થળ : સાવન પાર્ક, નૂપુર ર્ફ્લેટની સામે,લાંભવેલ- બાકરોલ રોડ, આણંદ

સંપર્ક : 9898026589 

  

28
January
2019

MMHT Shibir 2019 in Adalaj

28 January 2019

Mmht શિબિર
પરિણીત ભાઈઓની જ્ઞાન પ્રગતિ માટેની શિબિર અડાલજમાં પૂજ્યશ્રી દીપકભાઈના સાનિધ્યમાં તારીખ ૨૩ જાન્યુઆરીથી ૨૭ જાન્યુઆરી દરમ્યાન યોજાઈ હતી. દેશ-વિદેશથી ૨૬૦૦ પરિણીત ભાઈઓએ તેમાં ભાગ લીધો હતો. આ વખતે શિબિરમાં “ફાઈલ ૨ સાથે અપેક્ષાથી થતાં કષાયો“ અને “ઉપરાણું”  વિષય પર પૂજ્યશ્રી દીપકભાઈએ ખૂબ જ સુંદર છણાવટ કરી હતી. બ્રહ્મચર્યને પુષ્ટિ આપતી આ શિબિરમાં વાંચન ઉપરાંત આપ્તપુત્ર ભાઈઓ સાથે ગ્રુપ-ડિસકશન રાખેલ હતા.
પૂજ્યશ્રીની ભાવના અનુસાર આ વખતે પણ મહાત્માઓ પોતાના વ્યક્તિગત માર્ગદર્શન અને જ્ઞાન-પ્રગતિમાં મુંઝવતા પ્રશ્નોના ઉકેલ  માટે A1, A2 અને A3 ગ્રુપમાં પૂજ્યશ્રી સાથે સત્સંગ ગોઠવાયેલ હતો, જેનો લાભ સૌ મહાત્માઓએ ખૂબ જ સરસ રીતે લીધો હતો.

 

 

 

 

 

 

 

22
January
2019

WMHT Shibir 2019 in Adalaj

22 January 2019

પરણિત બહેનોની વાર્ષિક શિબિર પૂજ્યશ્રી દિપકભાઈ સાથે તારીખ ૧૭ થી ૨૧ જાન્યુઆરી દરમ્યાન અડાલજ ખાતે યોજાઈ. આ શિબિરમાં અલગ અલગ સેન્ટરમાંથી ૫૦૦૦ બહેનોએ ખૂબજ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. પૂજ્યશ્રી દ્વારા “ઉપરાણું” વિષય પર વિશેષ સત્સંગ કરવામાં આવ્યો હતો. બ્રહ્મચર્ય બૂક વાંચન, પ્રશ્નોતરી, આપ્તપુત્રી બેનો સાથે ગ્રુપ ડીસકશન, સામયિક, ગરબા તથા ભક્તિસભર આ શિબિરમાં પરિણીત બહેનોએ ખુબજ સારો લાભ લીધો. આ શિબિરમાં સેવાર્થી બેનો માટે પૂજયશ્રી સાથે અલગ સત્સંગ પણ ગોઠવાયેલ હતો.

07
January
2019

ઉપલેટામાં ‘દાદા દર્શન’

07 January 2019

તા.૬ જાન્યુઆરી ૨૦૧૯ ના રાજકોટ જીલ્લાના ઉપલેટા શહેરમાં ‘દાદા દર્શન’ સત્સંગ હોલનું અનાવરણ આપ્તપુત્ર ભાઈઓ દ્વારા થયું. આ શુભ પ્રસંગે ૪૫૦ મહાત્માઓ હાજર રહી કીર્તનભક્તિ, આરતી અને સત્સંગનો લાભ લીધો. ઉપલેટા દાદા દર્શનમાં આશરે ૨૫૦ મહાત્માઓ સત્સંગનો લાભ લઇ શકશે. હાલમાં અહીં જનરલ, MMHT અને WMHT સત્સંગ શરૂ થયાં છે અને આગળ જતાં GNC એક્ટીવીટી પણ શરૂ કરવામાં આવશે.

 

સંપર્ક : ‘દાદા દર્શન’, બસ સ્ટેન્ડ પાસે, ઉપલેટા

ફોન :  99243 44437

જનરલ સત્સંગ : દર રવિવારે સાંજે ૪.૩૦ થી ૬.૩૦

MMHT સત્સંગ : દર બુધવારે સાંજે ૪.૩૦ થી ૬.૩૦

WMHT સત્સંગ : દર શનિવારે સાંજે ૪.૩૦ થી ૬.૩૦