07
March
2019

રોબોકોન 2019 સ્પર્ધા

07 March 2019

The Saffrony Institute of Technology of Gandhinagar Zone places first in all of India in the first stage of D.D. Robocon 2019 Competition

In the D.D. Robocon 2019 competition, various technical institutions such as I.I.T. Mumbai, Patna, Kanpur, Delhi, Roorkee, Mandi, Varanasi and well-known colleges of Gujarat such as L.D. Engineering, Nirma University, and S.V.N.I.T. Surat took part.

            On February 28th, the results of the first stage were announced. Across all of India, there were 86 teams, of which 51 were chosen to move on to the final stage. Of these final 51 institutions, the S.P.B. Patel Engineering College of the Saffrony Institute of Technology of Gandhinagar Zone earned 93 of 100 marks and was placed first in all of India.

            Various reputable scholars took part in this college’s Robocon team, such as students of I.T., Computer and Mechanical Engineering. In lieu of this shining accomplishment, the institution’s Managing Trustee Shri Priyeshbhai Dalal, the Principal and the Staff sent their congratulations, and even in the last stage, they had sent their best wishes for a first place finish.  

 

06
March
2019

ભચાઉમાં ‘દાદા દર્શન’

06 March 2019

આણંદ અને ગોંડલમાં ‘દાદા દર્શન’ ની જાહેરાત બાદ હવે વધુ એક ‘દાદા દર્શન’ થશે કચ્છના ભચાઉમાં !

 

ભચાઉના સ્વસ્તિક નગરમાં આ ‘દાદા દર્શન’ આકાર લેશે. ગ્રાઉન્ડ ફ્લોર તથા પહેલો માળ મળીને કુલ ૩૦૦૦ ફૂટનું બાંધકામ થશે.  ગ્રાઉન્ડ ફ્લોરમાં ભગવંતોની સ્થાપના કરવામાં આવશે. સત્સંગ હોલ ઉપરાંત અહીં લાયબ્રેરી તથા ઓફીસ માટે જગ્યા રહેશે. સત્સંગ હોલમાં આશરે ૨૦૦ મહાત્માઓ બેસી શકશે. ભચાઉમાં હાલમાં ૩ સ્થળોએ સત્સંગ એક્ટીવીટી ચાલી રહી છે. આ મહિનાના અંત સુધીમાં ભચાઉ ‘દાદા દર્શન’ નું બાંધકામ કાર્ય ચાલુ કરવામાં આવશે. 

     

‘દાદા દર્શન’ સ્થળ : વર્ધમાન જૈન સોસાયટી સામે, સ્વસ્તિક નગર, ભચાઉ, કચ્છ  

સંપર્ક : અરજણભાઈ  +91 8347270437

 

04
March
2019

ચાંદખેડા સેન્ટરનું સ્થળાંતર

04 March 2019

મહાત્માઓ સેન્ટર પર નિયમિતપણે આવે અને તેથી તેમના ઘર આસપાસ જ દાદાનું સેન્ટર હોય એવી પ્રબળ ઈચ્છા ધરાવતાં અમદાવાદ - દાદા ભગવાન પરિવારે ચાંદખેડા સેન્ટરનું સ્થળાંતર કર્યું છે. ચાંદખેડાની બી.એસ. સ્કુલમાં ચાલતું સેન્ટર હવે સિગ્મા આર્કેડમાં શિફ્ટ કરવામાં આવ્યું છે. ચાંદખેડાનું આ સેન્ટર ચાંદખેડા, મોઢેરા-સાબરમતી તથા ન્યુ સી.જી રોડના મહાત્માઓને અનુકૂળ આવે તેવા મેઈન રોડ ઉપર હોવાથી વધુ મહાત્માઓ સત્સંગનો લાભ લઇ શકશે.

તા. ૩ માર્ચના રવિવારે ચાંદખેડાના નવા સેન્ટરનું અનાવરણ આપ્તસંકુલના ભાઈઓના શ્રીહસ્તે લગભગ ૨૫૦ મહાત્માઓની હાજરીમાં થયું. સંપૂર્ણ વાતાનુકુલિત હોલ ખુરશીઓ, પ્રોજેક્ટર અને સાઉન્ડ સીસ્ટમ જેવી આધુનિક સગવડોથી સજ્જ છે. બિલ્ડીંગમાં લીફ્ટની સુવિધા પણ છે. લગભગ ૧૫૦૦ ફૂટનો આ હોલ ૨૫૦ મહાત્માઓનો સમાવેશ કરી શકશે.

ચાંદખેડાના આ સેન્ટર પર સત્સંગ કાર્યક્રમ આ પ્રમાણે રહેશે.

૧. જનરલ સત્સંગ      દર ગુરૂવારે         રાત્રે ૮ થી ૧૦            સંપર્ક : ૯૯૭૮૭ ૪૬૪૭૪

૨. WMHT                દર મંગળવારે    બપોરે ૨ થી ૪            સંપર્ક : ૯૬૦૧૪ ૩૧૧૫૧

૩. MMHT                દર શનિવારે       રાત્રે  ૮ થી ૧૦           સંપર્ક : ૯૯૭૯૮ ૫૧૩૫૨

 

04
March
2019

દહીંસર (ઇસ્ટ) મુંબઈમાં નવું પ્રાથમિક કેન્દ્ર

04 March 2019

  તા.3 માર્ચ, રવિવારના મુંબઈના દહીંસર ઇસ્ટમાં નવા પ્રાથમિક કેન્દ્રનો શુભારંભ થયો છે. ભીડથી ઉભરાતા મુંબઈ શહેરમાં આ સેન્ટર ખૂબ જ મોકાની જગ્યા પર હોવાથી ઘણા મહાત્માઓ અહીં સત્સંગનો લાભ લઈ શકશે.  

 દહીંસર (ઈસ્ટ) અને બોરીવલી (ઈસ્ટ) ના મહાત્માઓને બોરીવલી (વેસ્ટ) જવું ખુબ અગવડભર્યું હોવાથી મોટા ભાગના મહાત્માઓ સેન્ટર પર અનિયમિત હતાં. નવું પ્રાથમિક કેન્દ્ર શરૂ થતાં પ્રથમ રવિવારે લગભગ ૪૦ મહાત્માઓ દહીંસર (ઈસ્ટ) સેન્ટર પર પધાર્યા. બોરીવલી સેન્ટરના ઉત્સાહી સેવાર્થીઓએ આ કેન્દ્રની જવાબદારી ઉપાડી લીધી છે. ભવિષ્યમાં અત્રે Mmht અને Wmht સેન્ટર પણ શરૂ થનાર છે.

 જનરલ સત્સંગ : દર રવિવારે સાંજે 5 થી 8 વાગે.

 નવા સેન્ટરનું સરનામું:

એચ. બી. ક્લાસિસ, 209 દેવરાજ મોલ

મધુરમ હોલની સામે,

હરિશંકર જોશી માર્ગ, દહીંસર સ્ટેશન પાસે

દહીંસર (ઈસ્ટ),  મુંબઈ - 400 068

સંપર્ક : આતીશભાઈ દેવાણી : +91 98928 45703,

               સુચિતભાઈ દવે :  +91 98191 90610

20
February
2019

ગોંડલમાં દાદા દર્શન

20 February 2019

ગોંડલમાં ‘દાદા દર્શન’

 


 
મહાત્માઓને અવિરતપણે સત્સંગ મળે, વધુ મહાત્માઓ એક જ જગ્યાએ ભેગા થઇ સત્સંગ પામે અને સત્સંગની તમામ એક્ટીવીટીઓ વધુ સારી રીતે થઇ શકે તેવા હેતુ સાથે ગુજરાતમાં ભિન્ન સેન્ટર્સ પર ‘દાદા દર્શન’ ના નિર્માણ માટે મહાત્માઓ સક્રિય થઇ રહ્યાં છે. અને હવે વધુ એક દાદા દર્શન નિર્માણ પામશે, ગોંડલમાં !

ગોંડલમાં ગુંડાળા રોડ પર આવેલ મારુતિ નંદન સોસાયટીમાં ૧૧૦૦ મીટરના પ્લોટ પર, ૨૧૦૦ ફૂટના શેડમાં ‘દાદા દર્શન’ આકાર પામશે. અહીં લગભગ ૩૦૦ મહાત્માઓ સત્સંગ માણી શકશે. તા. ૧ ફેબ્રુઆરીના ગોંડલ ‘દાદા દર્શન’નું બાંધકામ કાર્ય શરૂ થઇ ચુક્યું છે.
તા. ૧૮ ફેબ્રુઆરીના પૂજ્યશ્રી ગોંડલ ‘દાદા દર્શન’ ભૂમિ પર પધાર્યા હતાં. આ પાવન પ્રસંગે ગોંડલના મહાત્માઓ મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં. મહાત્માઓએ ગોંડલમાં ચાલતી સત્સંગ એક્ટીવીટી વિશે પૂજ્યશ્રીને માહિતી આપી હતી. પૂજ્યશ્રીએ મહાત્માઓ સાથે વાર્તાલાપ કરી ગોંડલ ‘દાદા દર્શન’ તથા મહાત્માઓ માટે વિધિ કરી આશીર્વાદ પણ આપ્યાં.

દાદા દર્શન સ્થળ :

મારુતિનંદન સોસાયટી, નક્ષત્ર એપાર્ટમેન્ટ પાસે, ગુંડાળા રોડ, ગોંડલ.


સંપર્ક :  પરષોત્તમભાઈ 9426220904