21
March
2019

3 D ત્રિમંદિર ગેમ પઝલ

21 March 2019

સમર વેકેશનની મઝામાં વધારો કરી અને બાળકોને જ્ઞાન સાથે રમતા રાખવાના ઉમદા આશયથી બાલવિજ્ઞાન લઈને આવ્યું
છે, 3D મંદિર પઝલ ગેમ! આ ગેમમાં કુલ 74 પીસ છે, જેને જોડીને બનશે, એક નિષ્પક્ષપાતી ત્રિમંદિરનું અદભૂત મોડેલ.
તા. ૨૦ માર્ચના આ સુંદર, મનોરંજક અને જ્ઞાનસભર ગેમનું વિમોચન પૂજ્યશ્રીના હસ્તે થયું. 6 વર્ષથી મોટી ઉંમરના
બાળકો માટેની આ પઝલ ગેમ ખરીદવા પહેલા જ દિવસે યુવાન પેરેન્ટસ તથા દાદા-દાદીઓ બુકસ્ટોલ પહોંચી ગયાં હતા.
અડાલજ બુકસ્ટોલ પર આ 3D મંદિર પઝલ ગેમ વેચાણ માટે ઉપલબ્ધ છે. આ ગેમની કિંમત ₹ 250 છે.

 

Let's add fun to this summer vacation. Plus gain knowledge through fun and frolic. To encourage such a great cause, Balvignan has come up with a 3D MANDIR (TEMPLE) PUZZLE GAME!  There are 74 pieces in this game. Join these and create a wonderful 3D model of the non-sectarian Trimandir

 This beautiful, entertaining and full-of-knowledge game was launched by Pujyashree on 20th March 2019. Young parents and grandparents hurriedly reached the book stall on the first day itself to purchase this game, which can be played by kids of six years and above age. This game, priced at Rs. 250, is available at the book stall in Adalaj.

 

19
March
2019

દાદાનગર હોલનું નવનિર્માણ તથા નવીન વાત્સલ્ય અને સંકુલ નિવાસનું ખાતમુર્હત

19 March 2019

 

વધુ મહાત્માઓ સત્સંગનો લાભ પામે, મહાત્માઓને વધુ સારી સગવડો મળે અને સત્સંગ માટે બહારથી આવતા મહાત્માઓનો ટ્રાફિક સીમંધર સીટી અને ATPL પર ન પડે તે આશયથી દાદાનગર હોલનું સ્થળાંતર થઇ રહ્યું છે રેલ્વે ગરનાળા પાછળની ભૂમિ પર. નવા દાદાનગર હોલની કેપેસીટી પહેલાથી દોઢ ગણી થશે જેમાં લગભગ 18,000 ખુરશીઓની બેઠક વ્યવસ્થા થઇ શકશે. આ નવો એરકૂલ્ડ હોલ માત્ર ગાંધીનગર જિલ્લાનો જ નહીં પણ સમગ્ર ગુજરાતનો સૌથી મોટો હોલ બનશે. હોલને સંલગ્ન પાર્કિંગ સુવિધા, ટોઇલેટ બ્લોક, ભોજનશાળા, ટેન્ટ ઉતારા ઈત્યાદી માટે જગ્યા હશે. ભવિષ્યમાં ડોરમેટરી તથા સ્ટોપ એન્ડ સ્ટેનું પણ નિર્માણ અહીં કરવામાં આવશે. ગરનાળા પાછળની ભૂમિ પર  આવવા-જવા માટે દાદા ભગવાન પરિવારે ભારત સરકાર સાથે મળીને નવા ગરનાળાનું નિર્માણ કાર્ય માર્ચ મહિનામાં પૂરું કર્યું છે. હાલમાં વર્તમાન દાદાનગર હોલનું વાઈન્ડ-અપ કાર્ય થઇ રહ્યું છે.

અને હાલના દાદાનગર હોલની જગ્યા પર આકાર પામશે આપ્તસંકુલ આવાસ.... હવે સંકુલ સાધકો પૂજ્યશ્રીની નિશ્રામાં રહી શકે તે રીતે આયોજન કરવામાં આવ્યું છે. આ કોમ્પ્લેક્સમાં વાત્સલ્યને મધ્યમાં રાખી ૩ માળના ૭ મકાનો બનશે જેમાં વાત્સલ્યની જમણે બહેનો માટે ૪ બિલ્ડીંગ તથા વાત્સલ્યની ડાબી બાજુ ભાઈઓ માટે ૩ બિલ્ડીંગ બનશે. આ મકાનો લગભગ ૪૦૦ સાધકોનો સમાવેશ કરી શકશે. આ કોમ્પ્લેક્સનું આયોજન એ રીતે થઇ રહ્યું છે કે રસ્તા પરથી પસાર થનાર મહાત્મા તથા સંકુલ સાધક પોતાના નિવાસ સ્થાનેથી વાત્સલ્ય તરફ દ્રષ્ટિ કરતાં પૂજ્યશ્રીના દર્શન કરી શકશે. નવીન વાત્સલ્યમાંથી પૂજ્યશ્રીની અમીદ્રષ્ટિ મહાત્માઓ અને સાધકોની મળતી જ રહેશે. પહેલાં ફેઝમાં આ મકાનો સાથે દાદા દરબાર માટે અલગ બિલ્ડીંગ તથા સંકુલ સભ્યોની ભોજનશાળા પણ બનશે. ભવિષ્યમાં સંકુલમાં જોડાનાર સભ્યો માટે બીજા ફેઝની જગ્યા રીઝર્વ કરવામાં આવી છે. 

આજે તા.૧૯ માર્ચના, વાત્સલ્યમૂર્તિ નીરૂમાના નિર્વાણ દિવસે પૂજયશ્રીએ હજારો મહાત્માઓની હાજરીમાં વાત્સલ્ય, સંકુલ નિવાસસ્થાન અને સંકુલ સભ્યોની ભોજનશાળાનું ખાતમુર્હત કર્યું.

Construction of the new Dadanagar Hall and the ground-breaking ceremony of new Vatsalya and Sankul accommodation.
 
To accommodate more mahatmas, to provide greater facilities to mahatmas and to avoid traffic movement through Simandhar City and ATPL, Dadanagar Hall is being re-located to the area behind the railway tracks/tunnel. The new Dadanagar Hall will have a seating capacity of 18,000 chairs, which is one and half times the capacity of the old hall. Not only in Gandhinagar, but this new air-cooled hall will be the largest one in the state of Gujarat. There is provision for ample space around the hall for parking facility, toilet blocks, restaurant, tents, etc. In future, a dormitory and Stop and Stay (accommodation facilities) will also be constructed. To commute to this new place, Dada Bhagwan Parivaar, along with the Indian Government, has reconstructed the tunnel. This work has been completed in the month of March. The wind-up of the old hall is under progress.
 
And now, the Aptasankul residence will take shape in place of the old hall. The residence is being planned in such a way that Sankul members can live under the aegis of Pujyashree. Vatsalya will be in the centre of the residential complex, with seven three-storeyed buildings around it. There will be four buildings for behnos on the right side of Vatsalya and to the left will be three buildings for bhaios. The residence will have a capacity of about four hundred members. The complex is planned in such a way that mahatmas passing through this place as well as Sankul members residing around can catch a glimpse of Pujyashree. Mahatmas and Sankul members will keep getting Pujyashree’s divine darshan. In this first phase, there will be a separate structure for Dada Darbar as well as a bhojanshala for Sankul members.  There is space for a second phase of construction that could be needed when new Sankul members join in.
 
Today, on March 19, the divine day when our beloved Niruma passed away, Pujyashree did the ground-breaking ceremony of Vatsalya, Sankul residence and Sankulbhojanshala in the presence of thousands of mahatmas.

18
March
2019

Brahmacharya Shibir for unmarried behnos, March 2019

18 March 2019

Some seeds of brahmacharya from the past life coupled with the Knowledge of the Self attained in this life, and encouragement from the living Gnani; all these put together makes such a path  that brahmacharya can be easily perfected.

brahmacharya shibir was organized for unmarried behnos having such intents of brahmacharya. It was held in Saffrony Resort, Mehsana from 13th to 17th March 2019, wherein 470 behnos participated.

Various satsangs with Pujyashree, including parayan on brahmacharya book, satsang on special topic ‘Upranu (Protection)’, and question-answer sessions were organized. There were few satsangs held for smaller groups too so that they could get satisfactory solutions to their problems.

Moreover, events like special dinner, informal, garba and Dada Darbar with Pujyashree were  organized.

Not only that, group discussions with Aptaputri behnos, personal discussions, vidhijagatk

 

 

18
March
2019

અપરિણીત બહેનો માટે બ્રહ્મચર્ય શિબિર, માર્ચ – ૨૦૧૯

18 March 2019

બ્રહ્મચર્ય વિષે પૂર્વનું કંઇક બીજ અને આ ભવે આત્મજ્ઞાન મળ્યું, અને તે માટે પ્રત્યક્ષ હાજર જ્ઞાની થકી પુષ્ટિ મળે તો બ્રહ્મચર્ય સહેજે સિદ્ધ થાય એવો માર્ગ ખુલ્લો થયો છે.

આવા બ્રહ્મચર્યની ભાવના ધરાવતા અપરિણીત બહેનોની તારીખ ૧૩ થી ૧૭ માર્ચ દરમિયાન સેફ્રોની રિસોર્ટ, મહેસાણા ખાતે બ્રહ્મચર્યની શિબિર યોજાઈ. જેમાં કુલ ૪૭૦ બહેનોએ ભાગ લીધો.

શિબિરમાં બ્રહ્મચર્ય બુક પારાયણ, ઉપરાણું પર સ્પેશિયલ સત્સંગ, પ્રશ્નોતરી સત્સંગ, નાના ગ્રુપમાં મુજવતા પ્રશ્નોના સમાધાન મળી રહે તે હેતુથી પૂજ્યશ્રી દીપકભાઈના સત્સંગ યોજાયા.

આ ઉપરાંત પૂજ્યશ્રી સાથે ડીનર, ઇન્ફોર્મલ, તથા ગરબા, દાદા દરબાર પણ થયા.

આથી વિશેષ આપ્તપુત્રી બહેનો સાથે ગ્રુપ ડિસ્કશન, પ્રશ્નોતરી, પર્સનલ ડિસ્કશન, વિધિ, જગત કલ્યાણની ભાવના જેવા સેશન પણ યોજાયા.

========================================================================

Some seeds of brahmacharya from the past life coupled with the Knowledge of the Self attained in this life, and encouragement from the living Gnani; all these put together makes such a path  that brahmacharya can be easily perfected.

brahmacharya shibir was organized for unmarried behnos having such intents of brahmacharya. It was held in Saffrony Resort, Mehsana from 13th to 17th March 2019, wherein 470 behnos participated.

Various satsangs with Pujyashree, including parayan on brahmacharya book, satsang on special topic ‘Upranu (Protection)’, and question-answer sessions were organized. There were few satsangs held for smaller groups too so that they could get satisfactory solutions to their problems.

Moreover, events like special dinner, informal, garba and Dada Darbar with Pujyashree were  organized.

Not only that, group discussions with Aptaputri behnos, personal discussions, vidhijagatk

 

13
March
2019

બ્રહ્મચારી ભાઈઓની લીંચ શિબિર 2019

13 March 2019

જગત કલ્યાણ માટે અખંડ શુઘ્ધ બ્રહ્મચર્ય અને કષાય રહિત સેવા જ એક માત્ર ચાવી છે.આવા ઉમદા આશયને પુષ્ટિ આપતી આપ્તસિંચન અને MBA ભાઈઓની વાર્ષિક શિબિર 7 થી 11 માર્ચ દરમ્યાન સેફ્રોની કોલેજ,મહેસાણા ખાતે  પૂજ્યશ્રી ની પાવન નીશ્રામાં યોજાઈ ગઈ.તેમાં સંકુલના 125 ભાઈઓ તથા MBA ભાઈઓની સંખ્યા 315 હતી.બ્રહ્મચર્ય પૂર્વાર્ધ બૂક નું પારાયણ / સત્સંગ તથા “વિષય અને માન કષાય માં લેવાતા ઊપરાણા”પર સ્પેશિયલ સત્સંગ યોજાયેલ હતો

 દરરોજ સત્સંગ ઉપરાંત ગરબા,નાટક, મોર્નિંગ વોક,દાદા દરબાર,ભક્તિ વગેરે પ્રવૃતિઓથી ભરપૂર આ શિબિર ખૂબજ જ્ઞાનસભર અને પોતાની પ્રગતિ માટે ઉપકારક હોય છે.

 પોતાના પુરુષાર્થની અડચણો દૂર કરવા પૂજ્યશ્રી અને આપ્તપુત્ર ભાઈઓ સાથે પર્સનલ મીટીંગ અને ગ્રુપ discussion પણ રાખેલ.

Linch shibir 2019

Continuous pure brahmacharya and kashay free seva are the only keys for Jagatkalyan . To further such a great cause, a yearly shibir for aptsinchanbhaios and MBA bhaios was organised during 7th to 11th March at Saffrony College,  Mehsana in the pious presence of Pujyashree. 125 bhaios of Sankul and 315 MBA bhaios participated in this.  In the shibir, parayan on Brahmacharya (Purvardh)  and special sessions on 'Protection (upranu) being done for mistakes of vishay and maan kashay' were conducted.  Moreover,  personal meetings and group discussions with Pujyashree and Aptsankulbhaios were organised for brahmachari bhaios.

Alongwith satsang, this shibir was filled with a variety of activities like garba,  drama,  morning walk,  Dada Darbar, bhakti.  This Gnan filled shibirturned out to be very beneficial for the progress of brahmachari bhaios.